બુધવાર, 1 જાન્યુઆરી, 2014


જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા...ગીત દેશનું રાષ્ટ્રગીત છે. જેનો એક એક શબ્દ દેશ ભક્તિથી છલોછલ છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્‍દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. 
આ ગીત પ્રથમ વાર ડિસેમ્‍બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને 2 જાન્‍યુઆરી, 1947 ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્‍માનિત કરાયું હતું.

જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્‍યવિધાતા&
પંજાબ સિન્‍ધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ ઉત્‍કલ બંગ, 
વિંધ્‍ય હિમાચલ યમુના ગંગા    

                                                      ઉચ્‍છલ જલધિ તરંગ,
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશીષ માંગે,
ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક જય હે,
ભારત ભાગ્‍યવિધાતા,
જય હે... જય હે... જય હે...
જય જય જય જય હે!

અધિકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (52) સેકંડમાં ગાવામાં આવે છે. ક્‍યારેક પહેલી તથા છેલ્લી કડી ને 20 સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.

                          ડો. એ.પી. જે. અબ્દુલ કલામ

[‘અખંડ આનંદ’ ફ્રેબુઆરી-2008માંથી સાભાર.]
ભારતના યુવાન નાગરિક તરીકે,
ટેકનોલૉજી,
મારા દેશ માટેનો પ્રેમ,
અને જ્ઞાનથી સજ્જ થઈને
મને પ્રતીતિ થાય છે કે, નાનું ધ્યેય એ ગુનો છે.

હું મહાન સ્વપ્ન માટે કામ કરીશ
અને પસીનો પાડીશ,
એ સ્વપ્ન કે જેમાં વિકસતું ભારત વિકસિત રાષ્ટ્રમાં પરિણમે,
મૂલ્ય પદ્ધતિ અને આર્થિક સામર્થ્યથી સશક્ત બને.

હું કરોડોમાંનો એક નાગરિક છું,
એક આર્ષદષ્ટિ જ કરોડો આત્માઓને પ્રજ્જવલિત કરશે;
એ મારી અંદર પ્રવેશી છે.
પૃથ્વીથી પર, પૃથ્વી ઉપર અને પૃથ્વીની નીચે રહેલા,
કોઈ પણ સ્ત્રોતની સરખામણીમાં
એક પ્રજ્જવલિત આત્મા
એ સૌથી વધારે શક્તિશાળી સ્ત્રોત છે.

વિકસિત ભારતનું સ્વપ્ન સિદ્ધ કરવા માટે
હું જ્ઞાનનો દીપક જલતો જ રાખીશ.