દેશભક્તિ ગીતો

   
           ભારતના ૬૫મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌને હાર્દિક અભિનંદન.
happy-independence-day-now-india-turns-for-progress
તારીખ 15 મી જાન્યુઆરી ૧૯૪૭ ના દિવસે ભારત અંગ્રેજોના શાશનમાંથી મુક્તિ પામીને એક સ્વતંત્ર દેશ બન્યો એ પછી તારીખ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦નો દિવસ પણ ભારતના ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થ માં એક ‘પ્રજાસત્તાક રાષ્ટ્ર’ બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો એટલે આ દિવસને ગણતંત્ર દિવસ પણ કહેવામાં આવે છે .
રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર ભગતસિંહ અને નેતાજી સુભાષચન્દ્ર  બોઝ જેવાં અનેક સ્વાતંત્ર્ય વીરો નું સ્વપ્ન ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ સંપૂર્ણ થયું જ્યારે વીશાળ વસ્તી ધરાવતા ભારત દેશ માટે બધારણનો અમલ શરુ થયો .
એટલા માટે જ ૨૬ મી જાન્યુઆરી ને દેશના રાષ્ટીય તહેવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે . ત્યારથી આ દિવસને  ભારત ના “પ્રજાસત્તાક દિવસ” અથવા “ગણતંત્ર દિવસ”(Republik Day ) તરીકે માનભેર અને ધામધુમથી દેશ અને વિદેશોમાં ઉજવાય છે.
આ દિવસને ૧.૨ બિલિયનની વસ્તી ધરાવતા અને ૨૦થી વધુ ભાષા બોલતા મહાન રાષ્ટ્ર ભારત દેશમાં રાજધાની દિલ્હી તથા એના દરેક રાજ્યોમાં ધ્વજ વંદન અને અવનવા કાર્યક્રમો સાથે  પ્રજાસત્તાક દિન ઊત્સાહથી ઉજવવામાં આવે છે,.રાજધાની  નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના દેશને સંબોધનથી ઉજવણીનો આરંભ  થાય છે. સ્વાતંત્ર્ય માટે જાન આપનાર શહિદોને શ્રધ્ધાંજલી અપાય છે .યુદ્ધ મોરચે વીરતા દેખાડનાર સશસ્ત્ર બળોના જવાનોને ઇનામ તથા પદકો આપવામાં આવે છે .
દિલીપ પટેલના આપ સૌને ભારતના ૬૫મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હાર્દિક અભિનંદન.
     દિલીપ પટેલ 
_________________________________________________________________

Mr. & Mrs. Rameshbhai Patel
Mr. & Mrs. Rameshbhai Patel
પ્રજાસત્તાક દિવસ ઉપર કવિ શ્રી રમેશભાઈ પટેલ ’આકાશદીપ’નું સુંદર ગીત અને વિડીયો .
કરોના,કેલીફોર્નીયા નિવાસી મારા સહૃદયી મિત્ર અને કવિ શ્રી રમેશભાઈ પટેલ આકાશદીપપ્રજાસત્તાક દિન ઉપર એક સુંદર ગીત. જયહિન્દ જયઘોષ તિરંગા અને આ ગીતનો યુ-ટ્યુબ વિડીયોની લિંક મને ઈ-મેલથી મોકલી આપી છે .
આ ગીત અને વિડીયોને એમના અને શ્રી દિલીપભાઈ ગજ્જર જેમણે આ ગીતને સરસ વિડીયોમાં
ઢાળ્યું છે, એમના આભાર સાથે નીચે મુકું છું.
શ્રી રમેશભાઈ પટેલના આ રાષ્ટ્રભક્તિના ગીતના વિડીયોની રચનામાં  શ્રી દિલીપભાઈ એ એમની
 કળા પ્રીતિના દર્શન કરાવ્યાં છે અને ગીતના શબ્દોને સંગીત અને સૂરોમાં મઢીને શ્રી રમેશભાઈના
 ગીતને દીપાવ્યું છે, જે અભિનંદનીય છે .

કવિ શ્રી રમેશ પટેલ “આકાશ દીપ “ રચિત ગીત  ‘જયહિન્દ જયઘોષ તિરંગા”….
સંગીત અને કમ્પોઝ : નારાયણ ખરે સ્વર : દિલીપ ગજજર અને રોશની શેલત


જયહિન્દ જયઘોષ ત્રિરંગા….રમેશ પટેલ(આકાશદીપ)
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું,…૨
તારી શાન ત્રિરંગા.. કોરસ …
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ -…… તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા
વિશ્વ ધરોહર ભૂમિ અમનની, કેસરીયાળી ક્યારી………….૨
ભારતની એ અમર સંસ્કૃતિ,……૨ ઝૂમે હરિયાળી પ્યારી….કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા……
લાલ કિલ્લાએ શોભે કેવો, અમર યશ સહભાગી…………૨
સુજલા સુફલા ધરા મંગલા,…..૨ ધન્ય અમે બડભાગી…. કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા…….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દેશું, રંગ ધરશે રખવાળાં…૨
નહીં ભૂલીએ બલિદાનો વીરા,..૨ અમર જ્યોત અજવાળાં…કોરસ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું, તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા

( કવિ શ્રી રમેશભાઈના બ્લોગની લિંક અને એમનો પરિચય અહીં વાંચો)
_____________________________________________________________

જે ગીત સાંભળીને ભારતના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આંખો અશ્રુભીની બનેલી એ રાષ્ટ્ર ભક્તિનું ગીત ભારતના પ્રજાસતાક દિન નિમિત્તે સ્વર કિન્નરી લતા મંગેશકરના સુરીલા સ્વરે નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં માણો .
અય્ મેરે વતનકે લોગો ,જરા આંખમેં ભરકે પાની – લતા મંગેશકર –વિડીયો  
જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
        આજે છે ૨જી ઓક્ટોબર. આજના દિને આપણા બાપુ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી બંને મહાન નેતાઓનો જન્મદિવસ છે. તો આજના આ શુભ દિન પર પરિવાર ફિલ્મનું આ સુંદર ગીત આપ સમક્ષ રજુ કરું છું જે દેશભક્તિની ભાવના સાથે તે બંનેને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરે છે….
 
आज है दो अक्तूबर का दिन,
आज का दिन है बडा महान,
आज के दिन दो फूल खिले है,
जिनसे महका हिन्दुस्तान.

नाम एक का बापु गाँधी,
ओर एक लाल बहादुर है,
एक का नारा अमन, एक का,
जय जवान जय किसान
जय जवान जय किसान

बापु जिसने मानवता का
दुनिया को संदेश दिया,
बागदोर भारत की संभालो,
नेहरू को आदेश दिया,
लाल बहादुर जिसने हमको,
गर्व से जिना सिखलाया,
सच पुछो तो गीता का
अध्याय उसीने दोहराया.
जय जवान जय किसान
जय जवान जय किसान

विश्वशांति के हित मे देखो,
शूरवीरोने किया त्याग,
एक का नारा अमन, एक का,
जय जवान जय किसान
जय जवान जय किसान

मेरे मुन्ने दो अक्तूबर के,
शुभ दीन ही तु जन्मा
मेरी यही दुआ है की
उन जैसा ही तु बनना,
ओर जो उन जैसा ना बन पाये
तो फिर ईतना करना
कम से कम उनके बतलाये
रस्ते पर ही तु चलना
जय जवान जय किसान
जय जवान जय किसान

तुम पे दुनिया नाज करेगी,
तु है उन वीरो की शान
एक का नारा अमन, एक का,
जय जवान जय किसान
जय जवान जय किसान

आज है दो अक्तूबर का दिन,
आज का दिन है बडा महान,
आज के दिन दो फूल खिले है,
जिनसे महका हिन्दुस्तान.
जय जवान जय किसान
जय जवान जय किसान

ફરી રાષ્ટ્રના કણકણથી…

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
               આજે છે ૧૫મી ઓગસ્ટ. આપણો સ્વતંત્રતા દિવસ. સન ૧૯૪૭ મા આજના દિને જ અઁગ્રેજોના શાસનમાઁથી આપણે મુક્ત થયેલા. પણ હજી પણ ઘણી એવી બદી રહી ગઈ છે કે જેમાંથી આપણે આઝાદી મેળવવાની બાકી છે પણ એ માટે આપણે સહુ એ એકમત થવુ પડશે અને પોતાનાથી જ શરૂઆત કરવી પડશે તો જ આ ભ્રષ્ટાચાર, ગરીબી, નિરક્ષરતા, વ્યસનો, પાશ્ચાત્ય સઁસ્કૃતિનુ આઁધળુ અનુકરણ, વગેરે જેવા પરિબળોમાંથી મુક્ત થઈ સાચા અર્થમાં મુક્તિ મેળવી શકીશું. તો ચાલો આજે માણિએ આવી જ એક જોશ સભર રચના… આપ આપનો અમૂલ્ય અભિપ્રાય પણ જરૂરથી આપશો…


રણઘેલા હિન્દુ યુવકોની વિજયગર્જના ગાજે,
ફરી રાષ્ટ્રના કણકણથી અભિમાન સ્વત્વનું જાગે.
પાવનક્ષણ આ માતૃભૂમિના અપમાનો ધોવાની,
આજ પ્રતિક્ષા કરતી માતા રણતત્પર યૌવનની,
સત્પુત્રોના બલિદાને અમ રાષ્ટ્ર ચેતના જાગે…
ફરી રાષ્ટ્રના…
પ્રાચીનતમ આ રાષ્ટ્રદેવ પર સંકટવાદળ છાયા,
દુષ્ટ વિદેશી કાક ગીધોના આજ પડ્યા ઓછાયા,
સઁઘશક્તિના સૂર્યકિરણથી નવચૈતન્ય પ્રકાશે…
ફરી રાષ્ટ્રના…
સ્વતઁત્રતાના રક્ષણ કાજે વહેશે શોણિતધારા,
અસુરશક્તિને મહાત કરશે સાત્વિક ચિંતનધારા,
પુન: વિશ્વના સિંહાસન પર ભારતમાત બિરાજે,
ફરી રાષ્ટ્રના..

65મો સ્વતંત્રતા દિન…હિંદ તણો ત્રિરંગો મારો…..મણિલાલ શ્રીમાળી

જય શ્રીકૃષ્ણ અને જય હિંદ મિત્રો,
આજે છે ૧૫મી ઓગસ્ટ. આપણો ૬૪મો સ્વતંત્રતા દિન.સૌ પ્રથમ તો આપણે ઘણા સમય બાદ મળ્યા નહીં તો આપ સર્વે કેમ છો અને હા આપ સર્વે મિત્રો/વડીલોના આશિર્વાદ અને આપ સૌની શુભકામનાનો હૃદયપૂર્વક સ્વીકાર કરું છુંઅને ખાસ મારી મિત્ર “મન”ને પણ જે દર વખ્તની જેમ આ વર્ષે પણ મને ખૂબ સુંદર સરપ્રાઈઝ આપી. તો આપ સૌનો ખુબ ખુબ આભાર.
વળી આપણા માટે એક એ પણ નવા સમાચાર છે કે હવે આપણા રૂપિયાનું પણ એક ચિહન “ ` “
સર્વસ્વીકૃત થઈ ગયું છે. તો હવે આશા રાખીએ કે આવનારા આ ૬૪માં સ્વતંત્ર વર્ષમાં ભારત દેશ પોતાની આગવી ઓળખ સાથે વધુ ને વધુ બહાર આવી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આતંકવાદભ્રષ્ટાચારમોંઘવારી વગેરે દૂષણોમાંથી પણ આઝાદ થાય અને આ માટે બીજા પર આધારિત ન રહેતા આપણે ખુદ જ આગળ વધવું પડશે.જો દરેક વ્યક્તિ આગળ આવશે તો જ આનો અંત આવે અને સાચા અર્થમાં સ્વતંત્રતા આવે.તો ચાલો આ સંકલ્પ સાથે આપણા ત્રિરંગાને સલામી આપતા આ ગીત માણીએ…અને હાં ગત વર્ષોમાં રજૂ થયેલ રચનાઓ
;
ની મુલાકાત પણ જરૂર લેશો અને આપના અમૂલ્ય મંતવ્યથી મને અભિભૂત કરશો.
ફરક ફરક ફરકે ગગનમાં ઉંચે,
હિંદ તણો ત્રિરંગો મારો.
કેસરીસફેદ ને લીલો લહેરાતો,
હિંદ તણો ત્રિરંગો મારો.
કેસરિયો કુરબાન છે શહિદવીરોનો,
હિંદ તણો ત્રિરંગો મારો.
સફેદ શાંતિનો સંદેશ દેતો,
હિંદ તણો ત્રિરંગો મારો.
લીલાથી લહેરાતી હિંદની ધરા,
હિંદ તણો ત્રિરંગો મારો.
અશોકચક્રની શાન વાદળિયામાં,
હિંદ તણો ત્રિરંગો મારો.
સદાય સાચવીશું શાન આ ઝંડાની,
હિંદ તણો ત્રિરંગો મારો.
ચોમેર રેલાવીશું યશોગાન ધ્વજનાં,
હિંદ તણો ત્રિરંગો મારો.

હું ગુર્જર ભારતવાસી…..ઉમાશંકર જોશી


જય શ્રીકૃષ્ણ મિત્રો,
                આજે છે ૨૬મી જાન્યુઆરી.આજે તો છે આપણા બંધારણના અમલીકરણનો દિનએટલે કે આપણો ગણતંત્ર દિન..૧૯૫૦ના આજના દિને  આપણું બંધારણ અમલમાંઆવ્યું અને આજે જે લોકસભારાજ્યસભાસંસદનું સંવિધાન ચાલે છે તેનો પાયો નંખાયોહતો માટે  તેને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે.તો ચાલો આજે  પ્રજાસત્તાક દિન પરમાણીએ ઉમાશંકર જોશીની  સર્વોત્તમ રચના અને આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષાસહ… અને ગત વર્ષે રજૂ કરેલ શ્રી રમણલાલ સોનીનો એક સ્વાનુભવ પણ જરૂરથીવાંચજો 
હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી . હું…..

અર્બુદઅરબસમુદ્ર વચાળે
ધરતીના  આઉ દુધાળે,આવી વળગી હર્ષ-ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી . હું…..

ધન્ય ધરા કૃષ્ણ વસ્યા જ્યાં,વિપદ દીઠી ક્યહીંત્વરિત ધસ્યા ત્યાં;ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો  ચિત્ત ઉપાસી . હું….


અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત
મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :
સર્વ ધર્મ સમસર્વ ધર્મ મમ.’ – ઉર  રહો પ્રકાશી . હું….


ગિરિચટ્ટાન સમાણી છાતી
જલધિતરંગ નાથે મદમાતી,રમે વિદેશે સાહસ-રાતી
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી.

હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી

સ્વતંત્રતા દિવસ…સ્વતંત્રતા, દે વરદાન એટલું…..ઉમાશંકર જોશી



જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૫મી ઓગસ્ટ.સને ૧૯૪૭માં સ્વતંત્ર થયેલા આપણા આ દેશને આઝાદ થયે ૬૨ વર્ષ પૂર્ણ થઈ ગયાઆને ૬૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે દર વર્ષની જેમ આજે પણ શું માત્ર આપણે ધ્વજવંદન કરીને જ કે માત્ર દેશભક્તિના ગીત જ સાંભળીને મનાવશું.કંઈ એવું ન કરીએ કે જેથી દેશદાઝ માત્ર આ દિવસ પૂરતું સિમિત ન રહેતા સમગ્ર વર્ષ દરમિયાન જળવાઈ રહે તેની કાળજી લઈએ.અને ભારતની સ્વતંત્રતાની ચળવળ વખતે કલ્પેલા આપણા આઝાદ દેશની આ ઝાંખી કરાવતી અને સ્વતંત્રતાના મૂલ્યો અને આદર્શો સમજાવવાની સાથે યોગ્ય રાહ ચીંધતી શ્રી ઉમાશંકર જોશીની આ રચના ખરેખર આપ સૌના દિલને પણ સ્પર્શી જશે.તો ચાલો માણીએ આ રચના.અને આપના અમૂલ્ય પ્રતિભાવની રાહ જોઈશ…!!! ગત વર્ષે રજુ કરેલ जन गण मन…. રવિન્દ્રનાથ ટાગોર वन्दे मातरम्….. બંકીમચંદ્રચટ્ટોપાધ પણ જરૂરથી માણજો.


સ્વતંત્રતા, દે વરદાન એટલું :
ન હીન સંકલ્પ હજો કદી મન.

હૈયું કદીયે ન હજો હતાશ.
વાણી ન નિષ્કારણ હો કઠોર.
રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે.
ને આંખમાંના અમી ના સૂકાય.

ન ભોમકા ગાય વસૂકી શી હો.
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી.
બને યુવાનો ન અકાલ વૃદ્ધ.
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો.

તે પંગતે હો સહુથી ય છેલ્લા.
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો તે,
સત્તા તણા રે! ન પુરોહિતો બને.
સ્વતંત્રતા, દે વરદાન આટલું.

જા રે ઝંડા જા…..અવિનાશ વ્યાસ




 જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૨૬મી જાન્યુઆરી.આપણો પ્રજાસત્તાક દિન.તો આ વર્ષે એક ટીવી ચેનલના કોન્ટેસ્ટમાં વિજેતા બનતા એક રાષ્ટ્રધ્વજ ઈનામરૂપે મળ્યો છે જેને ખૂબ જ આદરપૂર્વક લહેરાવ્યો અને તેને સલામી આપતા અવિનાશ વ્યાસનું આ ગીત યાદ આવી ગયું.જેમાં આપણા ઝંડાને ખૂબ ઊંચે લહેરાતો દેશની પ્રગતિની કામના કરેલ છે.અને આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરી અને મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત જરૂરથી લેજો.જે અગાઉ રજુ થયેલ પણ આજે તે સુર સાથે મળેલ હોવાથી ફરી રજું કરું છું.
indian-flag

જા રે ઝંડા જા
ઉંચે ગગનથઇ ને મગનલહેરા.. જા….
ફૂંકયા જેણે માથાએની યશોગાથા,ફરકી ફરકી ગા….  જા…..જા રે ઝંડા જા ….
શહીદ થઇને તારે ચરણે સૂતા લાડકવાયા
સ્વાધીનતાના તાણે વાણે એના હજુ પડછાયા
મુક્ત થઇ છે તો મુક્ત જ રહેશે,તારે કારણ મા….  મા….જા રે ઝંડા જા 
દિવાલ થઇને ઉભો હિમાલય
મુઠ્ઠીમાં મહેરામણ
ઘરના પરના દુશ્મન સાથે
ખેલાશે સમરાંગણ
મુક્ત ધરા છેમુક્ત ગગન છે
મુક્ત જીવતની જ્યોત જલે
ફૂલ્યો ફાલ્યો ફાગણ રહેશે
સ્વાધીનતાના રંગ ઠળે
આભને સૂરજ એક જ સૂરજ
તું બીજો સૂરજ થા….જા રે ઝંડા જા ….

પ્રજાસત્તાક દિન…લાલ કિલ્લો ગર્વીલો…..રમેશ પટેલ ‘આકાશદીપ’


જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૨૬મી જાન્યુઆરી.આપણો પ્રજાસત્તાક દિન.સ્વરાજ્ય પહેલાં એને પૂર્ણ સ્વરાજદિન કહેતા હતા.સને 1930માં એ દિવસે સમસ્ત ભારતવર્ષે મુકમ્મિલ આઝાદી એટલે સંપૂર્ણ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લીધેલી. ભારત સ્વતંત્ર થયું અને તેનું નવું બંધારણ ઘડાયું ત્યારે એ બંધારણને અમલમાં મૂકવાના દિવસ તરીકે આ દિવસ ૨૬-૦૧-૧૯૫૦ના રોજ પસંદ થયો હતો. તેથીતે પ્રજાસત્તાક દિન કહેવાય છે.તો આજે તો દિલ્હીમાં આપણા લાલ કિલ્લાને ખૂબ સજાવ્યો છે અને ધ્વજવંદનની સાથે સાથે લશ્કરી પરેડ અને જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા છે.તો ચાલો આજે માણીએ આપણા રમેશ પટેલની આ રચના અને લાલ કિલ્લાના ઉત્સાહને વધાવી લઈએ.

લાલ કિલ્લો ગર્વીલો
 laal-killo

મસ્ત ગગને મસ્ત હવામાં,જોમ ભરે જોશીલો
કસુંબલ કેસરી ધવલ લીલો
અશોક ચક્રે શોભીલો
ફર ફર ફરકે અમારો ત્રિરંગો,હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)
 
નોંખી નોંખી સંસ્કૃતિથી શોભતો
સાગર રણ હિમાળો
છે   વાણીનાં   ઝરણાં    જુદાં
થાય સરિતા ધોધો
ભારત પ્રેમ પ્રકાશનો પ્યાલો
હરખે  લાલ કિલ્લો  ગર્વીલો(૨)

આઝાદીની ગાથાએ લહેરાતો
જોશ ભરે સંતાનો
શ્વેત    પારેવડાં   દે  સંદેશા
અમન શાન્તિનો નારો
વંદે માતરમ ભાવે જનજન જાગ્યો
 
હરખે   લાલ કિલ્લો  ગર્વીલો(૨)
 
રાષ્ટ્ર શોભે તારી શાને
છે જોમવંતો જયહિન્દ નારો
રાષ્ટ્ર ધૂને હરખે વીર જવાનો,રાષ્ટ્ર  અમારો    મોંઘેરો
ધન્ય ગૌરવ દિન અમારો
ફરફર ફરકે  અમારો  ત્રિરંગો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

   postd by dilip patel

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો